Thursday, September 16, 2021
Home આધ્યાત્મ ખરેખર કોણ છે આ જીગ્નેશ ઠાકર ઉર્ફે જીગ્નેશ દાદા. જાણો તેમની વ્યક્તિગત...

ખરેખર કોણ છે આ જીગ્નેશ ઠાકર ઉર્ફે જીગ્નેશ દાદા. જાણો તેમની વ્યક્તિગત તથા અતિ અંગત માહિતી..

જિજ્ઞેશ દાદા એક ખુબ જ પ્રખ્યાત ગુજરાતી કથાકાર છે. તેમણે આજે યુવાનો માં ભક્તિના રંગો ચીતર્યા છે. આજે યુવાનો તેમની ભજન કરવાની રીત ને પસંદ કરે છે.

આજકાલ, દરેકના મોબાઇલમાં તેમના ભજન હોય છે. આજની તારીખે, વોટ્સએપ અને ફેસબુકમાં જીગ્નેશ દાદાના ભજનો ખુબ જ ભારે  ઉત્સાહ લોકપ્રિયતા સાથે જોવાય છે. જિજ્ઞેશ દાદા હવે દરેક ગુજરાતી લોકોના હૃદયમાં શાસન કરે છે.

જીગ્નેશ દાદાના લગભગ દરેક કાર્યક્રમો જીવંત પ્રસારિત થાય છે અને કાર્યક્રમ લક્ષ્ય ટીવીમાં આવતા હોય છે.તેમના ભજનો ખૂબ જ વાયરલ બની રહ્યા છે.દરેક વ્યક્તિને તેમનો પ્રોગ્રામ ખૂબ જ પસંદ પડતો જાય છે આજની તારીખ માં. તેમના જીવંત કાર્યક્રમ ગુજરાતમાં દરેક જગ્યાએ યોજાય છે.

જીગ્નેશ દાદા નું સાચું નામ છે જીગ્નેશ ઠાકર. તેમનો જન્મ ૨૫ માર્ચ ૧૯૮૬ ના રોજ અમરેલી ના કેરીયા ચાડ માં થયો હતો.પિતા શંકરભાઇ ઠાકર અને માતા જયાબેન ઠાકર ના આ લાડકા પુત્ર હતા.જીગ્નેશ દાદા ને એક સગી બહેન પણ છે.તેમનું પ્રાથમિક શિક્ષણ જાફરાબાદ માં આવેલી પારેખ & મહેતા હાઇસ્કુલમાં થયું હતું.

jugnesh dada with familyઆમ તો સ્વભાવે એકદમ સરળ અને મોજીલા જીગ્નેશ દાદા પહેલા તો મારી તમારી આપણી જેમ સરળ વ્યવસાય જ કરતા હતા પરંતુ જીવન માં આવેલા અમુક પરિવર્તનો એ તેમને કથાકાર બનાવી દીધા.સુરત માં સરથાણા જકાતનાકા પાસે આવેલા રાજહંસ ટાવર માં તેઓ અત્યારે સ્થતિ વસવાટ કરે છે.

jugnesh dada with familyપરંતુ કાયમિક માટે તેઓ ત્યાં હાજર નથી હોતા, કેમ કે કથા હેતુ તેઓ ને અવાર નવાર બીજા ગામડાઓ કે શહેરો માં જવાનું થતું હોય છે.કહેવાય છે કે જીગ્નેશ દાદા ના ભજનો તેટલા બધા લોકપ્રિય થયા છે કે  આજે હર એક યુવા વર્ગ તેમને સાંભળીને તેમના તરફ પ્રેરાય છે પરંતુ છતાં પણ ઘણી વખત તેમના પર એક નહિ તો બીજી રીતે ગંભીર આરોપો લાગ્યા છે.

તેમાંથી એક આરોપ હંમેશા લોકો લગાવતા આવ્યા છે કે જીગ્નેશ દાદા તેમની એક કથા કરવા માટે ખુબ જ મોટી કિંમત વસુલ કરે છે અને તે કિંમત ઓછામાં ઓછી ૨૫ લાખ રૂપિયા સુધીની પણ હોય છે.આ વાત તો ખુદ જીગ્નેશ દાદા એ પણ પોતાના મુખે એક કથા દરમ્યાન સ્વીકારી છે.પરંતુ આ બધા વિવાદો થવા છતાં તેમની લોકપ્રિયતામાં થોડો પણ ઘટાડો નથી આવ્યો અને ઉલટું તેમાં વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

આજે જાણો તુલસીના છોડ નું મહત્વ ,કેમ તેને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવ માં આવે છે ………

હિન્દૂ ધર્મ માં તુલસી ના છોડ નું કાફી મહત્વ છે તેને એક પવિત્ર છોડ માનવામાં આવે છે હિન્દૂ ધર્મ માં ઘર ના આંગણે એક તુલસીનો...

ચીઝ અને પનીર ના શોખીન લોકો શું તમે જાણો છો કે એ ફાયદાકારક છે કે નુકશાનકારક?

આજકાલ ચીઝ અને પનીર નાનાબાળકો થી લઇને મોટા વડીલો બધાજ ખાવાના રસિયા છે, પીઝા, બર્ગર, સેન્ડવીચ, વગેરે અલગઅલગ વાનગીઓમાં ચીઝ જોવા મળે પણ શું...

ખોવાઈ ગયો છું આ ડિજિટલ દુનિયામાં …

“Digital થઇ ગયો છું હું આજે, ખોવાઈ ગયો છું  Jio ને જઉં ના પાણી માં, ફસાઈ ગયો છું Facebook ને Google ની ગલીયો માં, ક્યાં આવી ગયો હું...

કુહાડી અને વૃક્ષો વચ્ચેનો સંવાદ

ઉનાળાના ભડભડતા તડકામાં જંગલમાં ચારેય તરફ મસ્ત ઠંડુ વાતાવરણ છવાયેલું હતું. બધા વૃક્ષો પોત પોતાના પાંદડાની ડાળીઓ આમથી તેમ હાવામાં હીંચકે જુલાઈ રહ્યા હતા. એવામાં...

Recent Comments