આજકાલ મોટાભાગના ઘરમાં કબજીયાત, ગેસથી પરેશાન લોકો જોવા મળે છે. કબજીયાત( constipation ) થવાનું મુખ્ય કારણ આજ ના લોકો ની જીવન શેલી છે જેમ કે ભારે ખોરાક ખાવો અને બેઠાડુ જીવન જીવવું, કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટકો.
કબજીયાત( constipation ) ની તકલીફ બહુ જ ખરાબ હોય છે અને તે પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે, જીભ માં ચાંદા પડે છે, પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું.જેમને વારંવાર કબજીયાતની તકલીફ થતી હોય એમણે આ તકલીફમાંથી છુટકારો મેળવવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન અને ઘરે જ તેનો દેશી ઈલાજ કરવો.નીચે બતાવેલ ઉપાય કરવાથી તમને જરૂર આ સમસ્યા નું નિદાન મળશે.
- અજમો અને સોનામુખીનું ચૂર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે
- પાકાં ટામેટાંનો એક કપ રસ પીવાથી આંતરડાંનો મળ છૂટો પડી કબજીયાત મટે છે .
- નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટે છે
- રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજીયાત મટે છે .
- લીબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
- ખજૂર રાત્રે પલાળી રાખી , સવારે મસળી , ગાળીને આ પાણી પીવાથી કબજીયાત મટે છે .
- કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી , સવારે દ્રાક્ષને મસળી , ગાળી તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
- ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ , એક ચમચી લીંબુનો રસ બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.
- રાત્રે સૂતી વખતે એકાદબે સંતરાં ખાવાથી કબજિયાત મટે છે.
- ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે .
- ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજિયાત મટે છે .
- રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત દૂર થાય છે .
- અજમાના ચૂર્ણમાં સંચોરો ( સંચળ ) નાખી ફાકવાથી કબજિયાત મટે છે .
- જાયફળ લીબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે .
- જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હિમજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે .
- કાંદાને ગરમ રાખમાં શેકી , રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે .
- કબજિયાત હોય અને ભૂખ ઓછી લાગતી હોય તો સુંઠ , પીપર , જીરું , સીધાલૂણ , કાળાં મરી સરખે ભાગે લઈ , બારીક વાટી , ચુર્ણ બનાવી , બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે .
- દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજીયાતદુર થાય છે.