પાંચમા ધોરણમાં ભણતીઆ છોકરી ને એક વાર શિક્ષક એ પૂછ્યું કે “બેટા તું શું બનવા ઈચ્છે છો “તો એને કીધું કે હું પાઇલોટ બનવા માંગુ છું આ વાત સાંભળી બધા વિદ્યાર્થીઓ હસવા લાગ્યા ,કારણ કે પાઇલોટ બનવાની ઈચ્છા ધરાવતી છોકરી ને બે હાથ જ ની હતા તો તે કેવી રીતે વિમાન ચલાવે.બધા એને હાથ વગર ની છોકરી કહી ને સ્કૂલમાં ચીડવતા.
આ સાંભળી શિક્ષક છોકરી ની પાસે ગયા અને એમને કીધું કે”બેટા તું ચોક્કસ પાઇલેટ બનીશ કારણ કે તારું ધ્યેય નિશ્ચિત છે તું હાથ ની જગ્યા એ પગ થી વિમાન ઉડાવીશ એટલે કે સામાન્ય માણસ ની જેમ તું પણ તારા હાથ ની જગ્યા એ પગ થી બધું કામ કરવા લાગ એટલે તું પણ પગ થી વિમાન ઉડાવી શકીશ.શિક્ષક ની આ પ્રેરણા અને છોકરીના પુરુષાર્થના કારણે અમેરિકન સરકારે વિમાન ચલાવવાનું લાઇસન્સ આપ્યું અને આ છોકરી બીજી કોઈ નય પણ જેસિકા કોક્સના નામે થી ઓળખાય છે.
source – Goolge
જેસિકા કોક્સ ને સાયકોલોજીમાં બેચલર ડિગ્રી ની સાથે કોમ્યુનિકેશનમાં 2005માં એરોઝોના યુનિવર્સીટીમાં બેચલર પૂરું કર્યું ,તેને 2005 માં સિંગલ એન્જિન વાળું વિમાન ઉડાવ્યું હતું.
જેસિકાની કહાની દંગ કરીદે એવી છે,જેસિકા જન્મી ત્યારથી જ બને હાથ નહોતા પણ એ એવા કામો કરતી કે જે સામાન્ય માણસ હાથ હોવા છતાં નથી કરી શકતો એ જેસિકા કરી બતાવતી, જેના કારણે જે આજે એ દુનિયાભરમાં ફેમસ છે.જેસિકા પાઇલેટ બનવાની સાથે જ એ એક સારી માર્શલ આર્ટ એક્સપર્ટ પણ છે અને એ સારી રીતે ગાડી પણ ચલાવે અને પિયાનો પણ વગાડે.
જો જીવનમાં યોગ્ય ધ્યેય હોય અને સખત પુરુષાર્થ થી કોઈ પણ જેસિકા બની શકે છે એટલે કે જેસિકા માત્ર અમેરિકામાં જ નહિ પણ દરેક ઘરમાં હોય શકે.