Monday, July 26, 2021
Home કવિતા ખોવાઈ ગયો છું આ ડિજિટલ દુનિયામાં …

ખોવાઈ ગયો છું આ ડિજિટલ દુનિયામાં …

“Digital થઇ ગયો છું હું આજે,
ખોવાઈ ગયો છું  Jio ને જઉં ના પાણી માં,
ફસાઈ ગયો છું Facebook ને
Google ની ગલીયો માં,
ક્યાં આવી ગયો હું આ Digital વેશમાં.”

ઘડીક નવરાશ મળી તો જૂની યાદોમાં તરબોળ થઇ જવાયું. ભુતકાળની સંસ્મૃતિ ભૂંસાઈ જવાની ચિંતામાં અલમારી માં મુકેલા જુના યાદપત્રો ઢંઢોળવા માંડયો હું. સવારની પહોરમાં વિચારોના વૃંદાવનમાં એવો તો સરી પડયો કે કલાકો પછીય હું એની એ જ સ્થિતિમાં મળ્યો. બસ એ જ વિચારો કે ક્યાં આવી ગયો હું આ Digital વેશમાં. એક એવા યુગમાં કે જ્યાં માનવ મશીન બનતો જઈ રહ્યો છે, ને મશીનને માનવી બનાવવાની મથામણ ચાલી રહી છે.

missing-digital

”ગમતું તુ મને મારું ગામ, ગુંજતું તુ જ્યાં મારું  નામ.

ગામ આખુંય ગજવતો, ફરિયાદ હતી એવી એ નાનકડી,

આજે ફરી… યાદ આવે છે એ જ ફરિયાદ, બની બેબાકળી.”

 

 

 

 

 

ગિલ્લીદંડાની રમત રમતા-રમતા ક્યાં Google ની ગુગલીમાં મોહાઇ ગયો ખબર જ ન પડી. સવાર-સાંજ Selfies પાડી પાડી ને Save કરી લઉં છુ, ને WhatsApp, Instagram માં આંખો ફોડ્યા કરું છું. આમજ, વગર વ્યાજના વખત ને વેડફ્યા કરું છું. અને હાં, આજકાલ કોઈનેય રૂબરુમાં નથી મળતો હું. છતાંય ખૂણામાં બેઠો બેઠો, મારી જેમ દૂર ખૂણામાં બેઠેલા બધાંયને મળી લઉં છું, ને સંબધો ને દુરથી જ સજાવી લઉં છુ. કેમ કે Digital જે થઇ ગયો છું હું. પેલો પકો, લાલો, ભટો ક્યાંય નથી આજુ-બાજુ, બધાંય જઈને વસ્યા છે કાશી ને કચ્છમાં, ક્યાં જઈને શોધું હું એમને આ ગીચમાં. ફરી યાદ આવે છે આજે, એજ બધા. સુરજની આંખોમા આંખો નાખવા મથતો હું, આજે સમયની સાથે સેટ થઇ ગયો છું. ને પાણીના વહેણ ની સાથે વહેતો થઇ ગયો છું. કેમ કે Digital થઇ ગયો છું હું.

“મ્હારાં દાદાનો એ હુક્કો,

જેની મારીતી મેં ફક્ત બે જ ફૂંકો,

ફરી યાદ આવે છે આજે એ જ હુક્કો,

લાવને જરા એ હુક્કો, ફરી મારી લઉ ફક્ત બે જ ફૂંકો…”

 

બાં ના વાડાનો એ ઓટલો, જેની પર બેસીને ખાધોતો મેં રોટલો ને ખાટી છાસ. ક્યાં ખોવાઈ ગયો હું આજે આ Pizza ને Pepsi ની બોટલમા. Selfies પાડવામાં ને પાડવામાં Self-Respect જ ભૂલી ગયો છું. ત્યારે માંડ એક જ બસ આવતી હતી ગામમાં. જેની આતુરતાથી રાહ જોવાતી હતી. અને જો બસ ના આવે તો એ દિવસે સ્કૂલ કે કૉલેજમાં ગુલ્લી પાડવાનું બહાનું મળી જતું હતું. અને આજે તો OLA અને Uber વાળા આપણાં એક ફોન પર આપણને ઘરે આવીને ઉંચકી જવાની ગૅરંટી આપે છે. Digital યુગમાં જે જીવી રહ્યા છીએ આપણે. ભૂતકાળ ને Download કરતા કરતા Antivirus download થઇ ગયો. Folders જ ઉડી ગયું યાદોનું, હવે શું..! 1TB ની Hard Disk લાવવી પડશે જેમાં હું બધું જ જમા કરી શકું.

ચાલો, હવે તો Digital ઘડિયાળ ના ડિજિટ્સ પણ Office જવાનું કહી રહ્યા છે. ફરી યાદ કરી લઈશું જુની યાદોને યાદ રાખીને…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

આજે જાણો તુલસીના છોડ નું મહત્વ ,કેમ તેને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવ માં આવે છે ………

હિન્દૂ ધર્મ માં તુલસી ના છોડ નું કાફી મહત્વ છે તેને એક પવિત્ર છોડ માનવામાં આવે છે હિન્દૂ ધર્મ માં ઘર ના આંગણે એક તુલસીનો...

ચીઝ અને પનીર ના શોખીન લોકો શું તમે જાણો છો કે એ ફાયદાકારક છે કે નુકશાનકારક?

આજકાલ ચીઝ અને પનીર નાનાબાળકો થી લઇને મોટા વડીલો બધાજ ખાવાના રસિયા છે, પીઝા, બર્ગર, સેન્ડવીચ, વગેરે અલગઅલગ વાનગીઓમાં ચીઝ જોવા મળે પણ શું...

ખોવાઈ ગયો છું આ ડિજિટલ દુનિયામાં …

“Digital થઇ ગયો છું હું આજે, ખોવાઈ ગયો છું  Jio ને જઉં ના પાણી માં, ફસાઈ ગયો છું Facebook ને Google ની ગલીયો માં, ક્યાં આવી ગયો હું...

કુહાડી અને વૃક્ષો વચ્ચેનો સંવાદ

ઉનાળાના ભડભડતા તડકામાં જંગલમાં ચારેય તરફ મસ્ત ઠંડુ વાતાવરણ છવાયેલું હતું. બધા વૃક્ષો પોત પોતાના પાંદડાની ડાળીઓ આમથી તેમ હાવામાં હીંચકે જુલાઈ રહ્યા હતા. એવામાં...

Recent Comments