આજકાલ ચીઝ અને પનીર નાનાબાળકો થી લઇને મોટા વડીલો બધાજ ખાવાના રસિયા છે, પીઝા, બર્ગર, સેન્ડવીચ, વગેરે અલગઅલગ વાનગીઓમાં ચીઝ જોવા મળે પણ શું તમે જાણો છો કે એ કેટલું ફાયદાકારક કે નુકશાનકારક છે?
આજે અમે તમને જણાવશું કે ચીઝમાં પનીર કરતા વધારે વિટામિન ,કેલરી,અને પ્રોટીન મળે છે. પનીર ગ્રામીણ વિસ્તાર માં વધારે ઉપયોગમાં લેવામાં આવે કારણકે પનીર ઘરે પણ બનાવી શકાય જયારે ચીઝ શહેરોમાં લોકો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વધારે ઉપયોગ કરે છે. ચીઝ અને પનીર દૂધ માંથી જ બને છે પણ જો એને નિયત માત્રામાં લેવામાં આવે તો ફાયદકારી અને જો વધારે માત્રામાં લેવામાં આવેતો તો એટલુંજ નુકશાનકારી છે.
28 ગ્રામ પનીર માં 82.5 કેલરી અને ચીઝમાં 97.4 કેલરી હોય છે એટલે જો તમે ડાયટિંગ કરતા હોયતો આને તમે લઇ ના શકો 100 ગ્રામ પનીરમાં 11ગ્રામ પ્રોટીન અને ચીઝમાં 18 ગ્રામ પ્રોટીન મળે છે જો તમારે પ્રોટીનની ઉણપ હોય તો તમે ચીઝ અને પનીરની માત્રા વધારી શકો છો.કેલ્શિયમની માત્રા પનીર કરતા ચીઝમાં વધારે મળે છે જેથી કેલ્શિયમની ઉણપ વાળા લોકો તેમના ખોરાકમાં ચીઝ લઇ શકે છે.
ચીઝમાં પનીર કરતા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે જોવા મળે જેથી હાર્ટને લગતી બીમારી થાય,ચીઝમાં વિટામિન વિટામિન-બી 12 મળે જેમાં વિટામિન-ઈ આંખ,ત્વચા અને વાળ માટે ફાયદાકારી છે તેમજ ગર્ભાવસ્થામાં મહિલાઓને વિટામિન-બી12 ની ઉણપ સર્જાય ત્યારે ચીઝ ફાયદાકારી નીવડે શકે છે.
કેવું ચીઝ ખાવું જોઈએ? તો જુઓ પ્રોટીન માટે સ્વિસચીઝ ,સોફ્ટચીઝમાં સોડિયમની માત્રા ઓછી હોય અને ઓછી કેલરી વાળું મોઝેરેલા ચીઝ જે વજન ઘટાડવા વાળા લોકો તેના ડાયટ ચાર્ટમાં લઇ શકે છે.